વલસાડ, ધરમપુરના દહાડમાં નકલી પોલીસ ઝડપાઈ. પોલીસનો ઢોંગ કરનાર અજાણ્યા ત્રણ શખ્સોએ ચિકનશોપના દુકાનદાર પાસે મોટી રકમ માંગી. ચિકનશોપના માલિકને પોલીસના વેશમાં પૈસા માંગતી ત્રિપુટી પર પર શંકા ગઈ. અને જાગૃત દુકાનદારે સ્થાનિક લોકોની મદદથી અસલી પોલીસને ઘટનાની જાણ કરી આરોપીને ઝડપી પાડ્યા. દુકાનદારની ચાલાકીના કારણે પૈસા માંગતી નકલી પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપાઈ.
વલસાડના ધરમપુરમાં ચિકનશોપના દુકાનદારની હોંશિયારીએ તેની સાથે થતી છેતરપિંડીથી આબાદ બચાવ કર્યો. ધરમપુરમાં ખામદહાડ નિશાળા ફળિયામાં આવેલ ચિકનશોપના દુકાનદાર બેલુંભાઈ ગવડી પાસે ૨૬મેના રોજ ત્રણ અજાણ્યા શખ્સોએ તેને પોલીસ હોવાની ઓળખ આપી. પોલીસના વેશમાં આવેલ અજાણ્યા શખ્સોએ દુકાનદારને ધમકી આપી કે તે ચિકનની આડમાં દારૂનું વેચાણ કરી રહ્યા છે. આથી તેઓ દુકાનની તપાસ કરવા માં ગે છે. જો તે આ તપાસની તપાવટ કરવા માંગે છે તો તેણે ૧૦ હજાર રૂપિયા આપવા પડશે. દુકાનદારને નકલી પોલીસ બનેલ ત્રિપુટીના વર્તન પર શંકા ગઈ.
ચિકનશોપના દુકાનદાર બેલુંભાઈ શરૂઆતમાં ત્રણેય શખ્સને દુકાનની તપાસ કરવા દીધી. કારણ કે તેમને વિશ્ર્વાસ હતો કે તેઓ કોઈ ગેરકાયદે વસ્તુનું વેચાણ કરતા નથી. દુકાનની તપાસ દરમ્યાન નકલી પોલીસે પતાવટ માટે રૂપિયા માંગતા દુકાનદારને શંકા ગઈ અને તેણે સ્થાનિક લોકોની મદદ લીધી. બેલુંભાઈએ પોતાના એક સહયોગની પોલીસ સ્ટેશન મોકલી આપી આ ઘટનાની જાણ કરી. નકલી પોલીસ દુકાનમાં તપાસ કરી રહી હતી દરમ્યાન અસલી પોલીસ સામે આવી જતા ભાંડો ફૂટયો. અને અસલી પોલીસે નકલી પોલીસ બનેલ ત્રિપુટીની ઝડપી પાડી અટકાયત કરી.