ધરમ કરતા ધાડ પડી : બાળક સાથે આવેલી મહિલાને બેસવા સીટ આપતા ખિસ્સો કપાયો

  • દેહરાદૂન એક્સપ્રેસમાં મેઘનગરના મુસાફરનુ ખિસ્સું હળવું કરી ભાગવા જતાં ત્રણ ખિસ્સા કાતરૂને ૠછઙ પોલીસના હાથે ઝડપાયા.

દાહોદ, બાંદ્રા થી હરિદ્વાર તરફ જતી દેહરાદુન એક્સપ્રેસમાં અંકલેશ્ર્વર થી ચડેલા મધ્યપ્રદેશના મેઘનગર જઈ રહેલાં મુસાફરનો દાહોદ ખાતે ત્રણ ખિસ્સા કાતરૂ દ્વારા ખિસ્સો હળવું કરી ભાગવા જતા બૂમાબૂમ દરમિયાન જીઆરપી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. જીઆરપી પોલીસે ઉપરોક્ત ત્રણેય ખિસ્સા કાત્રોને ઝડપી જેલ ભેગા કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય પ્રદેશના ઝાબુઆ જીલ્લાના કાકડકૂવા ફળિયાના રહેવાસી ખીમચંદભાઈ સનચિંગભાઈ મેડા તેમની પત્ની જોડે થોડા સમય અંકલેશ્ર્વર ખાતે મજૂરી અર્થે ગયા હતા. જ્યાંથી ગતરોજ માદરે વતન આવવા તેની પત્ની જોડે અંકલેશ્ર્વર ખાતેથી ટ્રેન નંબર 19020 દેહરાદુન એક્સપ્રેસના જનરલ કોચમાં ચડ્યા હતા અને ભીડભાળ દરમિયાન તેઓ ખીડકી વાળી સીટ ઉપર બેઠા હતા. ઉપરોક્ત ટ્રેન આજરોજ 9:15 વાગ્યાના અરસામાં દાહોદ ખાતે આવી હતી તે સમયે એક મહિલા બાળક સાથે ચઢતા ખીમચંદ મેડાએ માનવતા દાખવી સીટ પર ઉભા થઈ ગયા હતા અને ઉપરોક્ત મહિલા તેમજ બાળકીને સીટ પર બેસી જવા જણાવ્યું હતું. તે સમયે ગરબાડા તાલુકાના વિજાગઢ ખેડા ફળિયાના માનસિંગભાઈ જીથરાભાઈ પસાયા, કિશનભાઇ સોમલાભાઈ પસાયા તેમજ મોટી ખરજ ભાભોર ફળિયાના શંકરભાઈ ગબરૂભાઈ ભાભોરનાઓ દેરાદુન એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં ચડ્યા હતા અને ભીડ ભાડ દરમિયાન ધક્કા મૂક્કી કરી ઉપરોક્ત ત્રણેય ઈસમોએ ખીમચંદ મેડાના પેન્ટ ના ખિસ્સામાં પડેલા 10,000 રૂપિયા ભરેલું પાકીટ શેરવી ભાગવા જતા પરિસ્થિતિ પારખી ગયેલા ખીમચંદ મેડા એ બુમાબૂમ કરતા તે સમયે સ્ટેશન પર ફરજ પર હાજર જીઆરપી એટલે કે ગુજરાત પોલીસના જવાનોએ ત્રણેય ખિસ્સાકાતરૂઓને ઝડપી લીધા હતા અને તલાસી લેતા ખેમચંદ મેડાનો 10000 રૂપિયાનો પાકીટ માનસિગભાઈ જીથરાભાઈ પસાયાના પાસેથી મળી આવતા ત્યાર પછી પોલીસે ઉપરોક્ત ત્રણેય ખિસ્સા કાતરૂઓને ઝડપી જેલ ભેગા કર્યા હતા.