ધારાડુંગર કોરીડોર કેમ્પમાં ખાટલા પર સુતેલા શ્રમિકનુ વાહનની ટકકરે મોત

દાહોદ, દાહોદ જિલ્લાના ધારાડુંગર કોરીડોર કેમ્પમાં રહેતા મુળ બિહારના સુજીતકુમાર જગન્નાથ ભગત તથા બિહારથી તેમની સાથેના રાકેશકુમાર મેઘુ રાય, નનહક ઉર્ફે ટહલુ યોગેન્દ્ર માજી, હરીન્દર પાશ્ર્વાન, રોશન પાશ્ર્વાન તથા કોૈશલ પાશ્ર્વાન અને બીજા માણસો સાથે ધારાડુંગર ગામે કોરીડોરનુ કામ ચાલે છે ત્યાં ગયા હતા જયાં રાત્રિના સમયે રોકાવવા માટે રૂમ નહિ મળતા બધા રસ્તા ઉપર સાઈડ પર અલગ અલગ સુઈ ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે ધાટમાં સુતેલા રાકેશકુમાર મેઘુ રાયને કોઈ અજાણ્યા ભારદારી વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાકેશકુમારના ખાટલા ઉપર ચઢાવી દીધી હતી. જેમાં રાકેશકુમારને માથામાં તથા શરીરે જીવલેણ ઈજાઓ થતાં તેનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. અકસ્માત સર્જી ચાલક વાહન લઈને નાસી ગયો હતો. રાતના સમયે કોરીડોરના મેનેજર હાઈવે પેટ્રોલિંગમાં હતા ત્યારે અકસ્માતની ધટના બની હતી. ધટના સંદર્ભે પોલીસને જાણ કરતા લીમડી પોલીસ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહને કબ્જે લઈ પી.એમ.અર્થે મીરાખેડી સરકારી દવાખાને મોકલી આપ્યો હતો. આ સંદર્ભે સુજીતકુમાર જગન્નાથ ભગતે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ લીમડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.