ધનુષ રૂપેરી પડદે બનશે સાઉથના લિજેન્ડરી સંગીતકાર ઇલૈયા રાજા

મુંબઇ: સાઉથના મહાન મ્યુઝિક ડાયરેકટર ઇલૈયા રાજાના જીવન પર બનનારી બાયોપિકમાં સાઉથનો સ્ટાર ધનુષ લીડ રોલ કરશે. ઇલૈયા રાજા તમિલ કન્નડ, હિન્દી, મલયાલમ અને તેલુગુ સિનેમાની અનેક ફિલ્મોમાં પોતાનું સંગીત દઇ ચૂક્યા છે.

આ બાયોપિકનું શૂટીંગ 2024માં ધનુષ શરૂ કરશે અને 2025માં આ ફિલ્મ રીલીઝ કરશે. સૂત્રોના કહેવા મુજબ આ મોટો પ્રોજેક્ટ છે. કારણ કે તે ભારતીય ફિલ્મ સંગીતના લિજેન્ડ ઇલૈયા રાજા પર આધારિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ધનુષ આ ફિલ્મમાં લીડ રોલ કરશે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિના પહેલા ઇલૈયા રાજાના પુત્ર શંકર રવિએ જણાવ્યું હતું કે તે ધનુષને તેના પિતા ઇલૈયા રાજાનું પાત્ર ભજવતો જોવા માગે છે. હવે આ ફિલ્મમાં ધનુષ કામ કરી રહ્યો છે.

આ પહેલી બાયોપિક હશે, જેમાં ધનુષ કામ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇલૈયા રાજાએ 1000થી વધુ ફિલ્મોમાં 7000થી વધુ ગીતોમાં સંગીત આપ્યું છે. તે અત્યાર સુધીમાં પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂક્યો છે અને 2018માં તેમને પદ્મ વિભૂષણ સન્માનથી સન્માનિત કરાયા હતાં.