હિંમતનગર, ધનસુરા પંથકની એક સગીરને ખડોલ છાપરા વિસ્તારના હવસખોર યુવકે લગ્નની લાલચ આપી સગીરાને પીંખી નાખતા સગીરા ગર્ભવતી બનતા પરિવારજનો આશ્ર્ચર્યમાં પડ્યા હતા.ગર્ભવતી સગીરાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.અને ગર્ભવતી સગીરા એ બાળકી ને જન્મ આપ્યો હતો. સગીરા એ બાળકીને જન્મ આપ્યો હોવાની જાણ હવસખોર યુવક હોસ્પિટલમાં પહોંચ્યો હતો.અને પાપ છુપાવવા નવજાત બાળકી નું અપહરણ કરી ને ફરાર થઈ ગયો હતો.
સગીરાની માતાએ ધનસુરા પોલીસ ને જાણ કરતા ધનસુરા પી એસ આઈ સી એફ રાઠોડ તેમની પોલીસ ટીમ મહેન્દ્રસિંહ, રાજદીપસિંહ, ભરત સિંહ સહિત પોલીસ ટીમ સાથે તપાસ શરૂ કરી હતી. અને હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરનાર મોન્ટુ જશવંત ભરવાડને ઝડપી પાડવા જુદી જુદી ટીમ બનાવી બાતમીદારો સક્રિય કરી ટેકનીકલ સર્વલન્સની મદદથી મોન્ટુ ભરવાડને લોકેશનના આધારે દબોચી ને જેલના સળિયા પાછળ ધકેલી નાખો દુષ્કર્મ અને અપહરણના આરોપી ને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ગણતરીના સમયમાં જ ઉકેલી નાખ્યો હતો.