ધાનપુરના કંજેેટા ફોરેસ્ટ નાકા ફોરેસ્ટ મહિલા કર્મી સહિત 7 ઇસમો યુવકને મારમારી જાતિ અપમાનીત કરતાંં ફરિયાદ


દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ફોરેસ્ટ નાકા પરનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતાં મહિલા સહિત 07 જેટલા ઈસમોએ એક 20 વર્ષિય યુવક સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરી યુવકને દોરડાથી બાંધી લોખંડની પાઈપ તેમજ પ્લાસ્ટીકની પાઈપો વડે યુવકને માર મારી જાતિ અપમાનીત કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે ઈજાગ્રસ્ત યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાંવી છે.

ધાનપુરના કંજેટા વિસ્તારમાં ફોરેસ્ટ ખાતામાં ફરજ બજાવતાં મુકેશભાઈ રમણભાઈ રાઠવા, જેન્તીભાઈ યુ. બારીયા, માધુસીંગ દેસીંગભાઈ રાઠવા, વિમળાબેન ચૌહાણ તથા તેમની સાથે અન્ય ત્રણ જેટલા ઈસમો મળી 07 ઈસમોએ 20 વર્ષિય કેયુરકુમાર ધિરાભાઈ ડામોર (રહે.આંતરસુબા, પટેલ ફળિયું,તા.લીમખેડા, જી.દાહોદ) નાની સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કર્યો હતો અને કેયુરકુમારને લોખંડની પાઈપ વડે તેમજ પ્લાસ્ટીકની પાઈપ વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી દોરડાથી બાંધી એક રૂમમાં પુરી દીધો હતો અને કેયુરકુમારને બેફામ ગાળો બોલી, જાતિ અપમાની કરી કહેલ કે, સાલા તમો દાદા બની ગયા છો, તમારા બાપાનુ રાજ ચાલે છે, તેમ કહી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કેયુરકુમાર ધિરાભાઈ ડામોરે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંતરામપુર વાંકા નાળા પાસે પોલીસી ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ સાથે ચાર આરોપીને ઝડપી પડ્યા ગુજરાતમાં છેલ્લા બે મહિનાની અંદર ડ્રગ્સ નો કારોબાર દિવસ-દિવસે વગેરે જ્યારે સંતરામપુર તાલુકાના રાજસ્થાન એમપીની બોર્ડરથી 100 મીટર અંતરની બોર્ડરમાં સંતરામપુર માં નાનકડા ગામની અંદર ડ્રગ્સ સંતરામપુરમાં પણ આખરે આવી પહોંચ્યું સંતરામપુર પોલીસ વિભાગ દ્વારા વાંકા નાડા પાસે રાત્રિના સમયે પોલીસ દરમિયાનમાં એક શિફ્ટ ગાડી ચેકિંગ કરી રહ્યા હતા ચેકિંગ દરમિયાનમાં ચાર ઈસમોને તપાસ કરવામાં આવેલી હતી અને પૂછપરજ કરવામાં આવેલી હતી એમાં એક ઈસમ ભાગી જવાનો પ્રયાસ કરતા તો પોલીસને વધારે શંકા જતા ક્યારેય ઈસમોને પકડીને તેમની તપાસ કરવામાં આવી તો ખિસ્સા માંથી ડ્રગ્સની પડીકી મળી આવેલી હતી. તાત્કાલિક સંતરામપુર પોલીસ વિભાગ આખો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને ચાર ઈસ્સો મોની ઝડપી પડ્યા હતા અને સંતરામપુર પોલીસે પ્રથમવાર સૌથી મોટી સફળતા અને ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાનમાં ચારેય ઈસમો એમપી હોવાનું જાણવા મળ્યું હતું જેમાં પ્રથમ આરોપી એજાજ અહેમદ પઠાણ રહેવાસી જાવરા એમપી 2 કૈલાશ ચંદ્ર ગોપાલલાલ પરમાર સુખેડા પીપલોદા રતલામ એમપી 3 દિપક રાધે શ્યામ ઝડપીલ નીપનિયા પીપલોદા રતલામ એમપી 4 ઝાકીર હુસેન મકરાણી રતલામ એમપી કુલ ચાર આરોપી ડ્રગ્સ સાથે સંતરામપુર પોલીસે ઝડપી પાડ્યા હતા. એ પોલીસે ચારની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી. વજન 44,63જ્ઞ ગ્રામ તેની કિંમત રૂા. 4,46,630 અને કુલ મુદ્દા માલ સાથે આઠ લાખ 68 હજાર 3 00 રૂપિયાનો કુલ મુદ્દા માલ કબજે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે