લુણાવાડા, ધાનપુર તાલુકાના પીપર ગોટા ગામના ઢાકરવા ફળિયાના દિનેશ પુલીયાભાઈ વહોનિયા તેમજ તેમની પત્નિ નંદાબેન આજથી છ વર્ષ અગાઉ 2017 ફેબ્રુઆરીમાં હોળીના તહેવાર ટાંણે માદરે વતન આવ્યા હતા અને કુવા પર ન્હાવા ધોવા જતા હતા દરમિયાન ગોરસીંગ રાયસીંગ ડાંગી તેમજ તેની પત્નિ રમતુંબેન ડાંગી મળતા તેઓએ પહેલેથી જ તેઓના જમીન સંબંધે જણાવ્યુ હતુ કે,આપણે એક જ સેડે રહેવાનુ છે અને જમીન માટે કેમ ઝધડાઓ કરો છો તેમ વાતચીત કરતા હતા તે સમયે ઉશ્કેરાયેલા ગોરસીંગ રાયસીંગ ડાંગીએ ધરેથી બંદુક લાવી આજે તમે છોડવાના નથી તેમ કહી બંદુકમાંથી ભડાકો કરતા બંદુકમાંથી છુટેલા છરાઓ શરીરના ભાગે વાગતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ સંદર્ભે ધાનપુર પોલીસે ફાયરીંગ અંગેનો ગુનો દાખલ કરી જે બંદુકમાંથી ફાયરીંગ કર્યુ હતુ તે બંદુક કબ્જે લીધી હતી. ઉપરોકત બનાવ લીમખેડા ત્રીજા એડિ.સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પતિ-પતિનને દોષી ઠેરવી ત્રણ વર્ષની સજા ફટકારી હતી.