લીમખેડા, ધાનપુર તાલુકાના ઝાબુ ગામના રાગણ ફળિયામાં રહેતા મડીયા નબળા સોલંકી, નબળા નાનજી સોલંકી, જીથરીબેન નાનજી સોલંકી, સહિતના પરિવારે ગત 28મી જુન 2015ના રોજ ફળિયામાં સુમલીબેન બારીયાના ધરે કેરોસીન ભરેલી કારબી લઈ જઈ આ જમીન અમારી છે અમે તમને ધર ઉઠાવવા માટે કહ્યુ તેમ છતાં તમે ધર ઉઠાવ્યુ નથી તેમ કહી કેરોસીન ભરેલા કારબામાંથી મકાનમાં કેરોસીન છાંટી દિવાળી વડે આગ ચાંપી નાસી ગયા હતા. જે બાબતે સુમલીબેન બારીયાએ ધાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તટસ્થ તપાસ હાથ ધરી પુરાવા સાથે સમગ્ર કેસ લીમખેડા કોર્ટમાં રજુ કર્યો હતો. જે કેસ લીમખેડા ત્રીજા એડિ.સ્પેશિયલ કોર્ટના જજ એમ.એ.મિર્ઝાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની ધારદાર દલીલોને ઘ્યાને રાખી લીમખેડા કોર્ટે જીથરીબેન સોલંકી તથા તેના પુત્ર નબળાભાઈ સોલંકીને કસુરવાર ઠેરવી બંનેને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા બે હજાર રૂપિયાના દંડ તેમજ દંડ નહિ ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.