ધાનપુર તાલુકાના ધોરણ 3 થી પ ના ગણિત વિષયના શિક્ષકોની યોજાઇ રહેલ તાલીમ

ધાનપુર,

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને ડાયટ દાહોદ પ્રેરિત ધોરણ 3 થી 5 ના ધાનપુર તાલુકાના જિલ્લા પંચાયત અને આશ્રમ શાળાના શિક્ષકોની ગણિત વિષયની તાલીમ તાલુકા કક્ષાએ ધાનપુર બી.આર.સી.ભવન ખાતે 3 વર્ગમાં તથા મેડા ફ.વર્ગ પીપેરો ખાતે 1-વર્ગમાં ધાનપુર તાલુકા બી.આર.સી. કો ઓર્ડીનેટર કુંદનસિંહ મકવાણા તથા ધાનપુર તાલુકાના લાયઝન અધિકારી ડાયટ દાહોદના આર.કે.પટેલના આયોજનપણા અને માર્ગદર્શનપણા હેઠળ તાલીમ ચાલી રહી છે. તા.20 અને તા.22 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.20 ફેબ્રુઆરીએ ડાયટ દાહોદના આર.કે.પટેલ અને ધાનપુર બી.આર.સી.કો ઓર્ડીનેટર કુંદનસિંહ મકવાણાએ ધાનપુર બી.આર.સી.ભવન ખાતેના તાલીમ વર્ગોની મુલાકાત લીધી હતી અને તાલીમ વિષયક મહત્વપુર્ણ માર્ગદર્શન આપ્યું હતું. પીપેરો સી.આર.સી. કો.ઓર્ડીનેટર રાજેશભાઈ બારિયાએ પણ તાલીમ અંતર્ગત સુંદર માર્ગદર્શન આપ્યું હતું. વર્ગ-3 માં દિનેશભાઈ ભોયેના વર્ગ સંચાલનપણા હેઠળ નવાનગર ક્લસ્ટરની બાટણપુરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક ચિરાગકુમાર કનૈયાલાલ પંચાલે તજજ્ઞ તરીકે તથા દિલીપભાઈ પ્રજાપતિએ તથા ગુણવંતભાઈ પંચાલે તજજ્ઞ તરીકે પ્રથમ દિવસે ગણિત વિષયમાં પરિમિતિ અને ક્ષેત્રફળ તથા અપૂર્ણાંક તથા ગુણાકાર તથા ઘડિયાળ અને સમય વિશે ખુબ જ રસપ્રદ શૈલીમાં અનોખી રીતે તાલીમ આપી હતી અને શિક્ષકોએ ઉત્સાહભેર તાલીમ વર્ગમાં તાલીમ મેળવી હતી તથા ધાનપુર તાલુકાના તમામ તજજ્ઞોએ ખુબ જ સુંદર રીતે તાલીમ આપી હતી. બીજા દિવસની તાલીમ તા.22 ફેબ્રુઆરીએ યોજાશે.