ધાનપુર,
પ્રાપ્ત વિગત અનુસાર નવા નગર ગામમાં ડોબણ ફળિયામાં રહેતા ગલુભાઈ ધુળાભાઈ ભુરીયા તથા અન્ય ઈસમો તેમના ઘરે બેઠા હતા. તે વખતે તેમના જ ફળિયામાં રહેતા ગોરધનભાઈ ખાતીયાભાઈ ભુરીયા તથા રમેશભાઈ ખીમલાભાઈ ભુરીયા હાથમાં લાકડીઓ લઈ ગાળો બોલતા બોલતા આવી તમો અહીંયા ભેગા મળીને કેમ બેઠા છો ? આજે તો તમોને છોડવાના નથી તેમ કહી ધુળાભાઈ મગનભાઈ ભુરીયાને શરીરે તેમજ ડાબા હાથ પર લાકડીના ફટકા મારી ડાબા હાથે ફ્રેક્ચર કરી તેમજ શરીરે નાની મોટી ઈજાઓ કરી તથા જાનથી મારી નાંખળાની ધાકધમકીઓ આપી હતી. આ સંબંધે નવાનગર ગામના ડોબણ ફળિયામાં રહેતા ગલુભાઈ ધુળાભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે નવાનગર ગામના ડોબણ ફળિયામાં રહેતા ગોરધનભાઈ ખાતીયાભાઈ ભુરીયા તથા રમેશભાઈ ખીમલાભાઈ ભુરીયા ધાનપુર પોલિસે ઈપિકો કલમ 323, 325, 324, 325, 324, 504, 506(2), 114 તથા જીપીએક્ટ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.