દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના મોઢવા ગામે ગતરોજ સાંજના સુમારે 25 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરમાં આવેલ વળી સાથે રૂમાલનો ગાળીયો બનાવી ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવી લીધાનું જાણવા મળ્યું છે.
ધાનપુરના મોઢવા ગામે ઝરી ફળિયામાં રહેતા અને ખેતીવાડી કરતા 45 વર્ષીય ગોપસીંગભાઈ ગુવાભાઈ ધાણકાના દીકરા 25 વર્ષીય અલ્કેશભાઈ ધાણકાએ ગતરોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં વળી સાથે રૂમાલનો ગાળીયો બનાવી ગળે ફાંસો ખાઈ જીવતર ટુકાવી લીધું હતું. આ સંબંધે ધાનપુર પોલીસને જાણ કરતાં પોતાસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર અલ્કેશભાઈ ધામકી લાશનો કબજો લઈ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના કાગળીયા કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.