ધાનપુર તાલુકાના કંજેટા ખાતે બુથ નંબર ,284 પર ઈકોફ્રેન્ડલી મતદાન મથક બનાવાયું

ધાનપુર, આવતીકાલે તારીખ 7 મે ના રોજ લોકસભા 2024 નું મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે ધાનપુર તાલુકાના કજેટા ખાતે ધાનપુરના વિસ્તરણ રેન્જ વિભાગ દ્વારા કંજેટા ખાતે બુથ નંબર 284 પર ઈકોફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં મતદાન મથક ઉપર સ્કૂલોના મુખ્ય ગેટ અને દિવાલો પર ખજૂરીના પાનથી શણગાર ફૂલ છોડના કુંડા જરૂરી જગ્યાએ મૂકી બ્યુટીફિકેશન તેમજ મતદાન મથક ની અંદર આસોપાલવના તોરણથી શણગાર માં આવ્યું છે તેમજ ધાનપુરમાં આવેલા રતનમલ રીંછ અભ્યારણમાં જોવા મળતા રીંછના સ્ટેચ્યુ અને આર્ટિફિશિયલ વૃક્ષોથી સુશોભન કરવામાં આવ્યું હતું અને મતદાન મથકના અંદરના રૂમમાં સ્ટાફ અને મતદાર કુટીર ને ખજુરી ના પાનથી શણગારવામાં આવ્યું હતું તેમજ ગુજરાતમાંથી લુપ્તથતી વન્ય પેદાશો વનસ્પતિઓ ફળો નું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં વાસમાંથી બનાવેલી ટોપલીમાં કાચી કેરી ,મહુડા, આમળા, ટીમરૂ, રાયણ ,ગુંદા ,કમરખ, જાંબુડા ,સેતુર ,ખાટી આંબલી, મધ, મહુડા નું તેલ, ગોરસ આમલી, તેમજ લુપ્ત થતી વનસ્પતિઓ સફેદ કેસુડો, બિયો, ચંદન , જેવા અનેક વૃક્ષોના બીજ નું પ્રદર્શન કરવામાં આવ્યું છે.