ધાનપુર, ધાનપુર તાલુકાના ડુમકા ગામે ઘરના આંગણે પાર્ક કરેલી ફોરવીલર ગાડીનું અજાણ્યા વાહન ચોરોએ લોક તોડી ચોરી કરીને લઈ ગયા નું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના કોટુંબી કોઠાર ફળિયાના પોપટભાઈ રાયસીંગભાઇ મેડાની Gj-04-X-9639 નંબરની 80,000 કિંમતની ટેક્સ ક્રુઝર ગાડી ધાનપુર તાલુકાના ડુમકા ગામના ઉચવાસ ફળિયાના રમુબાઈ દીપાભાઇ પસાયાના ઘરના આંગણામાં પાર્ક કરેલી હતી. જે ગાડીને ગતરોજ સોરીના મક્કમ ઇરાદે આવેલા અજાણ્યા વાહન ચોરોએ ગાડીનું લોક તોડી ઉઠાનતરી કરીને લઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
ઉપરોક્ત બનાવ સંદર્ભે કોટુંબી કોઠાર ફળિયાના પોપટભાઈ રાયસીંગભાઇ મેડાએ અજાણ્યા વાહનચોરો વિરૂદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધાનપુર પોલીસે વાહન ચોરી અંગેનો દાખલ કરી વાહન ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.