ધાનપુર તાલુકામાં રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી અને સાંસદના હસ્તે 6 કરોડના વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું

દાહોદ, રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે અગાસવાણી ગામ સહિત આસપાસના ગામના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે માટે 3.40 કરોડના ખર્ચે નવીન બનેલ અત્યંત આધુનિક સુવિધાજનક સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેમજ મહુનળા, સુરપુર ગામે લોકોને મોબાઈલ ટાવરની સુવિધા મળી રહે તે માટે 2.66 કરોડના ખર્ચે નવીન બનનાર ટાવર માટે ભૂમિ પૂજન વિધિ હાથ ધરવામાં આવ્યું.

આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડે રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે સરકાર પ્રતિબદ્ધ છે. અગાસવાણી નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ અદ્યતન આરોગ્ય સુવિધા સાથે આજે પ્રારંભ થયો છે. 19 ગામોને આરોગ્યલક્ષી સુવિધાનો લાભ મળશે.

જીલ્લાના તમામ અંતરિયાળ વિસ્તારો ખાતે પાયાની આરોગ્ય સેવાનો પ્રસાર થયો છે. દાહોદ જીલ્લામાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નિદાન સારવાર સહિતની સેવાઓ નિશુલ્ક મેળવી રહી છે.

આદિજાતિ વિસ્તારના લોકોને આરોગ્યની સંપૂર્ણ સુવિધા મળી રહે નાનામાં નાની બીમારી નું હાલ સ્થાનિક કક્ષાએ નિવારણ થાય તેમજ ગામડાનો માનવી પણ મોબાઈલ અને ટાવરની સુવિધાથી વંચિત ન રહે તે માટે 6 કરોડના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે.

દાહોદ જીલ્લામાં 5.76 લાખ થી વધુ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કાર્ડ આપવામાં આવ્યા છે અને જીલ્લામાં 66 હજારથી વધુ લોકોને સ્પેશ્યિલીસ્ટ હોસ્પિટલમાં 98.21 કરોડનો લાભ આપવામાં આવ્યો છે.ઉપરાંત જીલ્લામાં આરોગ્ય સુવિધાઓ દરેક સામાન્ય વ્યકિત સુધી પહોંચે એ માટે સઘન કામગીરી કરાઈ રહી છે. વન ગુજરાત વન ડાયાલીસિસ સેન્ટર અંતર્ગત દાહોદ જીલ્લાના તમામ તાલુકા મથક ખાતે ડાયાલીસિસ સેન્ટર કાર્યરત કરાયું છે.

દાહોદ જીલ્લામાં 78 કરોડના ખર્ચે 66 મોબાઈલ ટાવરો ટૂંકા ગાળાના સમયમાં કાર્યરત કરવામાં આવ્યા છે. ધાનપુરમાં પણ આઠ ટાવરો શરૂ કરાયા છે, જેથી જનતાને લાભ મળી રહેશે.

જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત એ જીલ્લામાં મળી રહેલી આરોગ્ય સુવિધા વિશે વિગતે જણાવ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવી, જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ સહિત આરોગ્યકર્મીઓ, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.