
ધાનપુર,
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા પ્રેરિત ” ટેકનોલોજી અને રમકડાં ” મુખ્ય વિષય આધારીત કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન -પર્યાવરણ પ્રદર્શન 2022 પટેલ ફળીયા વર્ગ ધાનપુર (દુ) પ્રા.શાળા મુકામે યોજાયું હતું. જેમાં કુલ પાંચ વિભાગમાં 14 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. ભાગ લેનાર તમામ પ્રા.શાળાઓને સી.આર.સી.કો.ઓર્ડિનેટર મુકેશભાઈ પરમાર દ્વારા પ્રમાણપત્ર આપી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષણિક મહાસંધના ઉપાધ્યક્ષ પલ્લવીબેન પટેલ પગાર કેન્દ્રના આચાર્ય કૌશિકભાઈ પિઠાયા તથા વાવડી ફ.ના આચાર્ય જસવંતભાઈ જાટવા તેમજ પેટા શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા.