ધાનપુર પંથકમાં માવઠું થતાં ખેડુતો ચિંતાતુર

ધાનપુર, ધાનપુર તાલુકા પંથકમાં કમોસમી વરસાદનુ ઝાપટું આવવાને પગલે ઠંડીમાં ચમકારો અનુભવાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી હતી કે, આગામી સમયમાં કમોસમી વરસાદ પડશે અને હવામાન વિભાગની આગામી સાચી પડતા ધાનપુર તાલુકામાં કમોસમી વરસાદનુ ઝાપટું પડ્યુ હતુ. કમોસમી વરસાદના કારણે ચણા જેવા પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધવાની પુરેપુરી શકયતાઓ રહેલી છે જયારે બીજી તરફ મોંઘા ભાવનુ ખાતર-બિયારણથી વાવણી કરેલા પાકમાં નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. આ પડેલ ઝાપટાને પગલે ધાનપુર તાલુકામાં ઠંડીનુ જોર વધવા પામ્યુ હતુ.