ધાનપુરના નવાનગરના 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

દાહોદ,દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવા નગર ગામના પાની વડીયા ફળિયાના 19 વર્ષીય લબરમુછીયા યુવાને અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં આવેલ મહુડાના ઝાડની ડાળીએ લુંગી વડે ગળે ફાંસો ખાઈ લટકી જઈ આયખું ટુકાવ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવા નગર ગામના પાનીવડીયા ફળિયામાં રહેતા 19 વર્ષીય રાહુલભાઈ વાઝુભાઈ ભુરીયાએ ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં આવેલ મહુડાના ઝાડની ડાળીએ લુંગી વડે ગળે ફાંસો ખાઈ લટકી જઈ જીવતર ટુંકાવી લીધું હતું. આ સંબંધે મરણજનાર રાહુલભાઈ વાગુભાઈ ભુરીયાની માતા 53 વર્ષીય સોનાબેન વાગુભાઈ સવલાભાઈ ભુરીયાએ ધાનપુર પોલીસ સ્ટેશને લેખીત જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણજનાર રાહુલભાઈ ભુરીયાની મહુડાના ઝાડની ડાળીએ લટકતી લાશને ગામ લોકોની મદદથી ઝાડની ડાળીએથી નીચે ઉતારી પંચો રૂબરૂ પંચનામુ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે સી.આર.પી.સી. 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.