ધાનપુર, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી અગાઉ ગુમ થયેલો ધોરણ-12માં અભ્યાસ કરતો વિધાર્થીનો પથ્થર વડે બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં પી.એમ.બાદ પોલીસે વિધાર્થીની હત્યા થયાનુ જણાતા હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ધાનપુર તાલુકાના બેડાત ગામના કાળિયા ફળિયામાં રહેતો વતની મહેન્દ્રભાઈ મનુભાઈ પટેલ ધોરણ-12માં અભ્યાસ કરતો હતો અને બે દિવસ પહેલા ધરેથી ગુમ થઈ ગયો હતો.તે અંગે પરિવારજનોએ શોધખોળ કરતા તેનો કોઈ પત્તો કે ભાળ નહિ મળતા ધાનપુર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ મહેન્દ્રભાઈ મનુભાઈ પટેલની વાંકલેશ્ર્વર ડેમમાં પાણીની અંદરથી મૃત અવસ્થામાં લાશ પાણીમાં તણાતી ફળિયાના લોકોને જોવા મળતા ફળિયાના લોકોએ ગામના આગેવાનોને જાણ કરી ધાનપુર પોલીસે જાણકારી પોલીસે તાત્કાલિક ધટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે લાશને બહાર કાઢતા પગના ભાગે પથ્થર બાંધેલી હાલતમાં જોવા મળતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ મરણ જનાર મહેન્દ્રભાઈને હત્યા કરી ડેમમાં લાશ ફેંકી દીધી હોવાની ચર્ચાઓ સમગ્ર પંથકમાં જોવા મળી રહી હતી ત્યારે આ ધટનામાં દાહોદ જિલ્લા પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસ પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા. ધાનપુર પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી ધાનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ રિપોર્ટ માટે ખસેડવામાં આવ્યો હતો. અને ધાનપુર પોલીસે આ ધટનામાં મરણ જનારની હત્યા કરવામાં આવી છે તે દિશામાં આગળ તપાસ હાથ ધરી હતી.