ધાનપુરના ઉંડાર ગામે ફુડ પોઈઝનથી ખેતરમાં ચરતા પાંચ પશુઓનુ મોત

ધાનપુર, ધાનપુર તાલુકાના ઉંડાર ગામે ખેતરમાં ચરવા માટે ગયેલા પાંચ પશુનુ એકસાથે મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

જુવારમાં પોષક તત્વો વધુ હોવાથી પશુ માટેના ચારા તરીકે જુવા પાક લેવામાં આવે છે. જોકે જુવારનો પાક કુણો હોય ત્યારે તેમાં એચસીએન નામક ઝેરની માત્રા વધુ હોય છે. ત્યારે ધાનપુર તાલુકાના કાલીયાવાડ ગામના ખોબરા ફળિયાના દિનેશભાઈ વાલસીંગભાઈ રાઠોડે પોતાના પશુ એક ગાય, એક બળદ તથા સુકલીબેનની બે ગાય તથા એક બળદ મળી કુલ પાંચ ગાય-બળદ ખુલ્લા છોડ્યા હતા. ત્યારે ખેતરમાં ચારો ચરતા પાંચેય પશુઓના મોત નીપજયાં હતા. તપાસમાં પાંચેય પશુઓએ જુવારનુ કુણુ ધાસ ખાઘુ હોય ફુડ પોઈઝનીંગથી મોત થયાનુ પશુપાલન વિભાગે જણાવણા દિનેશભાઈ રાઠોડે ધાનપુર પોલીસમાં જાણ કરતા પોલીસે નોંધ કરી હતી.