દાહોદ,
દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસે રામપુર સીમોડા ફળિયામાં ગતરોજ સાંજે ધાનપુર પોલીસે ઓચિંતી રેડ પાડી ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કટીંગ કરવા જતી વેળાએ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઈકો ગાડી ઝડપી પાડી ગાડીમાંથી પોલીસે 52 હજડાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી રૂપિયા અઢી લાખની કિંમતની ઈકો ગાડી મળી રૂા. 3,02,400ના મુદ્દામાલ સાથે એક ઈસમની અટક કર્યાનું તેમજ અન્ય બે જણા નાસી ગયાનું જાણવા મળ્યું છે.
રામપુરા સીમોડા ફળિયામાં રહેતા 50 વર્ષીય પોપટભાઈ અમરસીંગ પટેલ, રાહુલભાઈ ફુલસીંગભાઈ પટેલ, શૈલેષભાઈ મનુભાઈ પટેલ તથા ધનાર પાટીયા ગામના દીતાભાઈ સનુભાઈ ભાભોર એમ ચારે જણાએ એકબીજાના મેળપીપણામાં તેમના કબજાની જીજે-04 ઈ.એ-2977 નંબરની ઈકો ગાડીમાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના રૂપિયા 42,800ની કુલ કિંમતના પ્લાસ્ટીકના કવાર્ટર નંગ-400 તથા માઉટ બીયરના રૂા. 9,600ની કિંમતના ટીન નંગ-96 મળી રૂા. 52,400નો પ્રોહી મુદ્દામાલ હેરાફેરીના ઈરાદે ધનાર પાટીયા ગામે દીતાભાઈ સનુભાઈ ભાભોરની પાસે મંગાળી રામપુરા સીમોડા ફળીયામાં પોપટભાઈ અમરસીંગ પટેલના ઘરે ઉતાર્યો હતો અને રાહુલ ફુલસીંગ પટેલ તથા શૈલેષ મનુભાઈ પટેલે તેમના કબજાની ઈકો ગાડીમાં ભરી કટીંગ કરવા માટે જતા હતા. તે વખતે પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ધાનપુર પોલીસે પ્રોહી રેડ પાડતાં રાહુલ પટેલ તથા શૈલેષ પટેલ પોતાની ઈકો ગાડી મૂકી નાસી ગયા હતા. જ્યારે પોપટભાઈ પટેલ ઘરે હાજર હોવાથી પોલીસે તેની અટક કરી રૂા. 2,50,000ની ઈકો ગાડી તથા રૂા. 52,400ની કિંમતનો દારૂ-બીયરનો જથ્થો પકડી પાડી રૂા. 3,02,400નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ચારે જણા વિરૂધ્ધ ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.