દાહોદ,
ધાનપુરના પીપોદરામાં ચા બનાવતી વેળા ગેસના બોટલમાં ભડકો થતાં આગ લાગતા ધરવખરી સહિત ચાંદીના દાગીના અને ધર બળીને ખાખ થઈ જતાં મોટુ નુકસાન થયુ હતુ. આ સંદર્ભે ધાનપુર પોલીસે જાણવા જોગ નોંધ નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામના વેડ ફળિયામાં રહેતા નુરકીબેન સમરસીંગાઈ મિનામાં પોતાના ધરમાં ગેસ ઉપર ચા બનાવતા હતા. તે દરમિયાન એકદમ ગેસના બોટલમાં ભળકો થતાં ધરમાં આગ લાગી હતી. આગના કારણે નુરકીબેન મિનામાએ બુમાબુમ કરતા આજુબાજુના માણસો દોડી આવ્યા હતા. અને ફાયર ફાયટરોને જાણ કરી હતી. તેમજ મોટર દ્વારા પાણીનો મારો કરી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં આગ નહિ ઓલવાતા ધરની ઓસરીનો થોડોક ભાગ સિવાયનો ધર વખરીનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. તથા ખાટલા, ગોદડા, કપડા, અનાજ, પાણીની પાઈપો, લાકડાની પેટી-પલંગ તથા વાસણો અને ઓસરીમાં રાખેલ પતરાની તિજોરી ઉપર પણ આગ લાગતા તેમાં રાખેલા ચાંદીના દાગીના ઓગળી ગયા હતા. આગમાં ધરવખરી તથા ચાંદીના દાગીના અને સંપુર્ણ ધર બળીને ખાખ થઈ જતા મોટુ નુકસાન થયુ હતુ. આ સંદર્ભે નુરકીબેન સમરસિંગભાઈ મિનામાએ ધાનપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવા જોગ નોીં આગળ તપાસ હાથ ધરી હતી.