દાહોદ,દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામેથી એક 14 વર્ષીય સગીરાને એક યુવક દ્વારા લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી ગયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરિયા ગામે તળાવ ફળિયા ખાતે રહેતો નરેશભાઈ બચુભાઈ પટેલે ગત તારીખ 31મી જાન્યુઆરીના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક 14 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા સારૂં અપ કરણ કરી લઈ નાસી જતા આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.