ધાનપુરના પીપેરાના વ્યકિતએ પત્ની હયાત હોવા છતાં જાણ બહાર બીજી પત્ની લાવતાં પોલીસ મથકે ફરિયાદ

દાહોદ,

ધાનપુરના પીપેરો ગામે બનેલી ઘટનામાં પોતે પરણીત હોવાનું જાણતો હોવા છતાં હયાત પત્નીની જાણ બહાર બીજી યુવતીને પત્ની તરીકે લાવી ઘરમાં બેસાડી દઈ પ્રથમ પત્નીને પતિ તથા સાસરીયા દ્વારા શારીરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા આવા ત્રાસના કારણે કંટાળીને 23 વર્ષીય પરણીતાએ તેના પતિ, સાસુ, સસરા તથા તેના પતિની બીજી પત્ની સામે પોલીસ ફરિયાદ કર્યાનું જાણળા મળ્યું છે.

દેવગઢ બારીઆના કોળીના પુવાડા ગામે સડક ફળીયામાં રહેતી 23 વર્ષીય અરવીંદાબેનના લગ્ન ધાનપુરના પીપેરો ગામે ચોકડી પર રહેતા વિજય પોપટભાઈ ગણાવા સાથે સમાજના રિતરીવાજ મુજબ થયા હતા. અરવીંદાબેનને તેના પતિ વિજયે તા. 8-10-2021ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે તેની પત્ની અરવીંદાબેનને કહેલ કે તું અહીથી જતી રહે, મારે તારી સાથે રહેવું નથી, તું મને ગમતી નથી, તુ મને છુટ્ટાછેડા આપી દે કહી બેફામ ગાળો બોલી તથા સસરા પોપટભાઈ પુનાભાઈ ગણાવા, સાસુ શકરીબેન પોપટભાઈ ગણાવાએ ભેગા મળી અવારનવાર શારીરીક અને માનસીક ત્રાસ તેઓના છોકરા સાથે અરવીંદાબેનને તેઓના ઘરેથી કાઢી મૂકી હતી. જ્યારે અરવીંદાબેનના પતિ વિજયે પોતાની પ્રથમ પત્ની અરવીંદાબેન હયાત હોવા છતાં વિજયે લક્ષ્મીબેન નામની ગામની યુવતીને બીજી પત્ની તરીકે રાખવા સારૂ લઈ આવી અરવીંદાબેનને શારીરીક અને માનસીક ત્રાસ આપતા આવા ત્રાસથી બાજ આવેલ અરવીંદાબેને પોતાના પતિ, સસરા, સાસુ તથા તેના પતિની બીજી પત્ની લક્ષ્મીબેન વિરૂધ્ધ દે.બારીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપિકો કલમ 494, 498(ક), 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.