ધાનપુરના નાનીરેલ ગામે બે ફળિયામાં તત્કાલ મોટર સાથે બોરની વ્યવસ્થા કરાઈ

સુખસર,દાહોદના ફતેપુરા તાલુકાના નાનીરેલ ગામના લોકોની સ્થિતિ ખુબ જ દયનીય લોકોને પીવાના પાણી માટે ડુંગર ચઢીને બે કિ.મી.સુધી પાણી માટે વલખા મારવા પડી રહ્યા હતા. ત્યારે અહિંના બે ફળિયામાં સરકારી બોર કે કુવા હજુ મળ્યા નથી. રાજય સરકાર દ્વારા લોકોને પીવાનુ શુદ્ધ પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં આ યોજનાઓ પોકળ સાબિત થઈ છે. આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કરાતા તંત્ર હરકતમાં આવી મહીતા અને ડામોર ફળિયાની સમસ્યા જોતા પંચાયત નાણાંપંચની ગ્રાન્ટ ફાળવી બોર વિથ મોટર કરી આપવામાં આવ્યો હતો. મહીડા અને ડામોર ફળિયાના રહિશોને તલાટી, સરપંચ અને ઉપસરપંચ અને ગામલોકોની હાજરીમાં બોર કરી આપવામાં આવ્યો હતો. તલાટી કમ મંત્રી દ્વારા ગામના તમામ નાગરિકોને ગામમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેનુ નિવારણ કરી આપવા આશ્ર્વાસન આપ્યુ હતુ.