ધાનપુરના નાની મલુ ગામે બાઈકની શ્ર્વાન કરડતા ગંંભીર ઈજાગ્રસ્ત સારવારમાં ખસેડાઈ

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના નાની મલુ ગામે એક આઠ વર્ષીય બાળકીને એક શ્ર્વાને કરડતાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ધાનપુર તાલુકાના નાની મલુ ગામે રહેતી એક આઠ વર્ષીય બાળકી પોતાના ઘરના આંગણે રમતી હતી. તે સમયે એક શ્ર્વાને બાળકી પર અચાનક હુમલો કરતાં બાળકીને શ્ર્વાને નાક, મોઢાના ભાગે તેમજ હાથે, પગે બચકા ભરતાં બાળકીએ બુમાબુમ કરી મુકતાં બાળકીને નજીકમાં રહેલ અન્ય એક બાળકીએ શ્ર્વાનને પથ્થર મારતાં શ્ર્વાન નાસી છુટ્યો હતો. ત્યારે પરિવારજનો દોડી આવ્યાં હતાં અને ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.