દાહોદ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામે એક ખેતર માલિક દ્વારા પોતાના માલીકીના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરતાં દાહોદ એસ.ઓ.જી. શાખાએ ઓચિંતી રેડ પાડી લીલા ગાંજાના કુલ 662 કિંમત રૂા. 32,73,000 ના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
ગત તા.01 નવેમ્બરના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના નળુ ગામે નાકા ફળિયામાં રહેતાં ગોપસિંગભાઈ સોકાભાઈ ઉર્ફે સાંકલાભાઈ બારીઆના માલીકીના કબજા ભોગવટાના ખાતા નંબર 399 તથા સર્વે નંબર 03 વાળા ખેતર ખેતરમાં ઓચિંતો છાપો મારતાં પોલીસે ખેતરમાં વાવેતર કરેલ લીલા ગાંજાના કુલ 662 છોડ જેનુ વજન 327.300 કિલો ગ્રામ કિંમત રૂા. 32,73,000 ના લીલા ગાંજાના છોડ સાથે ખેતર માલિક ગોપસિંગભાઈ સોકાભાઈ ઉર્ફે સાંકલાભાઈ બારીઆની પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ એસ.ઓ.જી. પોલીસે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.