દાહોદ,દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામે રાત્રિના સમયે એક ડીજે ની આઇસર ગાડી અને મોટર સાયકલ વચ્ચે માર્ગ અકસ્માત સર્જાતા મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિઓના મોતની જાણવા મળે છે.
ગતરોજ રાત્રિના સમયે ધાનપુર તાલુકાના નળુ ગામેથી એક આઇસર ડીજે ની ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલત ભરી રીતે કંકારી લઈ પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી આવી રહેલ એક મોટર સાયકલ પર સવાર બે વ્યક્તિઓને ડીજેના ગાડીના ચાલકે મોટરસાયકલને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતા મોટર સાયકલ પર સવાર બંને વ્યક્તિઓને હાથે પગે તેમજ શરીર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલ સ્થાનિક પોલીસ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા બંને ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા,પરંતુ સારવાર મળે તે પહેલા જ બંને ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિઓના મોત નિપજ્યાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા ડીજેના ગાડીના ચાલકની વાહન સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.