દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના માંડવ ગામે એક પરણિતાની સાથે બળજબરી પુર્વક દુષ્કર્મ આચરતાં ઈસમને પરણિતાના પતિએ પકડી પાડતાં ગ્રામજનોને બુમાબુમ કરી બોલાવવા જતાં દુષ્કર્મ આચરનાર ઈસમ પરણિતાના પતિને ધક્કો મારી નાસી જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ધાનપુર તાલુકામાં રહેતી એક 25 વર્ષિય પરણિતા ગત તા.18મી મેના રોજ પોતાના ઘરથી થોડે દુર લઘુશંકા માટે ગઈ હતી. ત્યારે ધાનપુરના માંડવ ગામે ખેડા ફળિયામાં રહેતો સુમલાભાઈ ધીરસીંગબાઈ મિનામા પરણિતાનો પીછો કરતો કરતો પરણિતાના પાછળ ગયો હતો અને પરણિતાને પકડી ધાક ધમકીઓ આપી પરણિતાને જમીન પર પાડી દઈ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારે પરણિતાએ બુમાબુમ કરી મુકતા પરણિતાનો પતિ દોડી આવ્યો હતો અને સુમલાભાઈને પકડી પાડી ગ્રામજનોને બુમો પાડી બોલાવવા જતાં ગ્રામજનો આવે તે પહેલા પરણિતાના પતિને સુમલાભાઈ ધક્કો મારી નાસી જતાં આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ પરણિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.