દાહોદ,દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના મહુનાળા ગામે એક ઇલેક્ટ્રિશિયન ઈલેક્ટ્રીક ડીપી પર કામ કરતી વખતે અચાનક શોર્ટ સર્કિટ થતાં ઇલેક્ટ્રિશિયનને સખત વીજ કરંટ લાગ્યો હતો. જેને પગલે તેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવાતા સારવાર દરમિયાન ઇલેક્ટ્રિશિયનનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ગત તારીખ 26 જાન્યુઆરીના રોજ દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકાના મછેલાઈ ગામે વડેલીયા ફળિયામાં રહેતા 28 વર્ષીય રાજેશકુમાર રમણભાઈ પટેલિયા જેવો ઇલેક્ટ્રીશન હોય મજૂરી કામ માટે ધાનપુર તાલુકાના મહુનાળા ગામે ગયા હતા. જ્યાં ઇલેક્ટ્રીક ડીપી ડીપી પર કામ કરતી વખતે કોઈ અગમ્ય કારણોસર ડીપીમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેને પગલે રાજેશ કુમારને શરીરે સખત વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા રાજેશ કુમારને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રાજેશકુમારનું મોત નીપજતા પરિવારજનોમાં કમગીની છવાઈ ગઈ હતી.
આ સંબંધે રમણભાઈ કાળુભાઈ પટેલિયાએ ધાનપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.