દાહોદ,
ધાનપુર પોલીસે પોતાને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના ખજુરી ગામે સરપંચ ફળિયામાં રહેતા 60 વર્ષીય વૃધ્ધના ઘરમાં ઓચિંતો છારો મારી તેના મકાનના અંદરના ખંડમાં આવેલ પીપળાની અંદર ગેરકાયદેસર રીતે સંતાડીને મૂકેલ દેશી હાથ બનાવટનો તમંચો તથા બાર બોરના બે જીવતા કારતુસ મળી રૂા.5,200નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ ઘરધણી વૃધ્ધની ધરપકડ કર્યાનું જાણવા મળ્યું છે.
ગરબાડા તાલુકાના છરછોડા ગામના મૂળ રહેવાશી અને હાલ ધાનપુર તાલુકાના ખજુરી ગામે સરપંચ ફળિયાના 60 વર્ષીય મેહજીભાઈ કાળીયાભાઈ ખરાડના મકાનમાં દેશી હાથબનાવટનો તમંચો ગેરકાયદેસર રીતે સંતાડી રાખેલ હોવાની બાતમી ધાનપુર પોલીસને મળતા જે બાતમીના આધારે ધાનપુર પોલીસે ગતરોજ રાતના સવા દસ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ ખજુરી ગામના સરપંચ ફળિયામાં રહેતા 60 વર્ષીય મેહજીભાઈ કાળીયાભાઈ ખરાડના ઘરમાં ઓચિંતો ચાપો મારી તેના મકાનની અંદરના ખંડમાં આવેલ પીપળાની અંદર ગેરકાયદેસર રીતે સંતાડીને મૂકી રાખેલ રૂા. 5000ની કિંમતનો દેશી હાથ બનાવટનો તમંચો તથા રૂા. 200ની કિંમતના બારબોરના જીવતા કારતુસ-2 મળી રૂા. 5,200નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ ઘરધણી 60 વર્ષીય મેહજીભાઈ કાળીયાભાઈ ખરાડની ધરપકડી કરી સદર તમંચો કોની પાસેથી અને શા માટે લાવ્યા બાબતની ઘનિષ્ઠ પુછપરછ હાથધરી તેની વિરૂધ્ધ પોલીસે આર્મ્સ એક્ટ 25(1)બી, એ. મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.