દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર બજારમાં કપડા ખરીદવા ગયેલ ધાનપુરની કૌટુંબી ગામની 16 વર્ષીય સગીરાને મધ્યપ્રદેશનો એક યુવાન પત્ની તરીકે રાખવા પ્રેમના પાઠ ભણાવી અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળ્યું છે.
ધાનપુરના કૌટુબી ગામના માવી ફળિયામાં રહેતી 15 વર્ષ 11 માસની ઉંમરની એક સગીરા ગત તા. 5-5-2023ના રોજ બપોરના સમયે ધાનપુરના બજારમાં કપડાની ખરીદી કરવા ગઈ હતી તે દરમ્યાન સાંજના ચારેક વાગ્યાના સુમારે મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના નાની ઢોકળ ગામના તડવી ફળિયાના કમલેશભાઈ કૈલાશભાઈ તડવીએ તે સગીરાને પત્ની તરીકે રાખવા પ્રેમના પાઠ ભણાવી, પટાવી, ફોસલાવી, અપહરણ કરી લઈ ગયો હતો.
આ સંબંધે અપહૃત સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલીસે મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના નાની ઢોકળ ગામના તડવી ફળિયાના કમલેશભાઈ કૈલાશભાઈ ભુરીયા વિરૂધ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.