દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ગાગરડી ફળીયા ચીમનકુવા ફળીયાની ગામના જંગલમાં ઢોર ચરાવવા ગયેલ સવા સોળ વર્ષીય સગીરાને પત્ની તરીકે રાખવા પ્રેમના પાઠ ભણાવી, પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ ગયાનું જાણવા મળ્યું છે.
ગાંગરડી ફળિયા ચીમન કુવા ફળીયામાં રહેતી 16 વર્ષ 3 માસની ઉંમરની સગીરા પંદરેક દિવસ અગાઉ પોતાના ગામ નજીકના જંગલમાં ઢોરો ચરાવવા ગઈ હતી. તે દરમ્યાન સાંજના ચારે વાગ્યાના સુમારે ત્યાં આવેલ ગરબાડાના ભે પાટીયા ગામના કટારા ફળિયામાં રહેતા લાલાભાઈ છગનભાઈ ભુરીયાએ તેણીને પત્ની તરીકે રાખવા માટે પ્રેમના પાઠ ભણાવી, પટાવી લલચાવી અપહરણ કરી લઈ ગયો હતો.
આ સંબંધે ગાંગરડી ગામની અપહૃત સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદને આધારે ધાનપુર પોલીસે ભે પાટીયા ગામના લાલાભાઈ છગનભાઈ ભુરીયા વિરૂધ્ધ ઇપીકોે કલમ 363, 366 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.