ધાનપુર, ધાનપુર પાટડી ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા યોજાઈ. જેમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ પેટા શાળાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધાનુ આયોજન ધાનપુર પાટડી ક્લસ્ટરના સીઆરસી કો-ઓર્ડીનેટર ભરતસિંહ બારૈયા તથા ધાનપુર પાટડી પે સેન્ટર શાળાના આચાર્ય કનુભાઈ પિઠાયા અને નાનામાળ શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ જુદી જુદી 4 સ્પર્ધાઓ બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધામા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને પોતાની કલા બતાવી હતી. કાર્યક્રમના અંતે પ્રોત્સાહક ઈનામો અને પ્રમાણપત્ર આપી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.