ધાનપુરના અંંદરપુરા ગામે ટ્રેકટરનો પાવડો નહિ આપતાં મહિલા સહિત ત્રણ ઈસમો મહિલાને મારમારતાં ફરિયાદ

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના અંદરપુરા ગામે ટ્રેક્ટરનો પાવડો નહીં આપવા મામલે એક મહિલા સહિત ત્રણ ઈસમોએ એક મહિલાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.21મી જુનના રોજ ધાનપુરના અંદરપુરા ગામે રહેતાં જશુભાઈ ભાથુભાઈ રાઠવા, ચીરાગભાઈ જશુભાઈ રાઠવા અને જેન્તાબેન ચીરાગભાઈ રાઠવાએ એકસંપ થઈ હાથમાં લાકડીઓ લઈ પોતાના ગામમાં રહેતાં સુમિત્રાબેન રાયસીંગભાઈ રાઠવાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમોને કેમ ટ્રેક્ટરનો પાવડો આપેલ નહિં, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ઉપરોક્ત ત્રણેય ઈસમોએ લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી સુમિત્રાબેનને શરીરે, હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સુમિત્રાબેન રાયસીંગભાઈ રાઠવાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.