ધાનપુરના આગશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે 2.61 લાખની હંગામી ઉચાપત કરતાં ફરિયાદ

દાહોદ,

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આગાશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તરે તેની કાયદેસરની સરકારી ફરજ દરમ્યાન રૂપિયા 2,61,000 જેટલી સરકારી રકમની હંગામી ઉચાપત કર્યાનું બહાર આવવા પામ્યું છે.

ધાનપુરના આગાશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓફીસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા મંગાભાઈ માનસીંહભાઈ પલાસે તા.9-2-2022 થી તા.22-6-2022 દરમ્યાન તેમની કાયદેસરની સરકારી ફરજ દરમ્યાન સરકારી નાણા રોકડા રૂપિયા 2,61,000 જેટલી માતબર રકમની પોસ્ટ ઓફીસમાંથી હંગામી ઉચાપત કરી હતી. જેની ખાતાકીય તપાસ દે.બારીયા સબડીવીઝનમાં રહેતા અને દે.બારીયા સબડીવીઝનના પોસ્ટ ડીમાપ્રટમેન્ટના ઈન્સ્પેક્ટર મનીષ કનૈયાલાલ પરમારે હાથ ધરી હતી. જેમાં પોસ્ટ માસ્તર મંગાભાઈ માનસીંહભાઈ પલાસે કસુરવાર હોવાનું જણાઈ આવતા પોસ્ટ ડીપાર્ટમન્ટના ઈન્સ્પેક્ટર મનીષ કનૈયાલાલ પરમારે ધાનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે આગાશવાણી બ્રાન્ચ પોસ્ટ ઓુપીસના પોસ્ટ માસ્તર મંગાભાઈ માનસીંઙભાઈ પસાલ વિરૂધ્ધ ઈપીકો કલમ 409 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.