ધાનપુર,ધાનપુર તાલુકામાં આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરાવવા માટે અને રેશનકાર્ડ ઓનલાઈન કરાવવા માટે લોકોનો મામલતદાર કચેરીએ ધસારો જોવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં તેમજ સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા યોજના હેઠળ મઘ્યમ વર્ગના લોકોને અને કારીગરો સિલ્પકરોને સહાય તેમજ લોન મળી રહે તે હેતુથી 18 જેટલા અલગ અલગ વ્યવસાયોનુ ઓનલાઈન અરજી કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે ધાનપુર તાલુકામાં મોટાભાગના લોકો અજાણ હોય ત્યારે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક ન હોય તો ઓનલાઈન અરજી કરવામાં અટવાઈ જાય છે. તેમજ રેશનકાર્ડ ધારકોને પણ પોતાના રેશનકાર્ડમાં પુરતા સભ્યોને અનાજ ન મળતુ હોય તેવા રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડમાં ઓનલાઈન નામ દાખલ કરાવવા માટે મામલતદાર કચેરી ખાતે ધકકા ખાવા પડે છે. ત્યારે વિશ્ર્વકર્મા યોજના હેઠળ સહાય મેળવવા માટે લોકો આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરાવવા માટે અને રેશનકાર્ડમાં અનાજ મળતુ ન હોય તેવા લોકોનોે ધાનપુર મામલતદાર કચેરી ખાતે ધસારો જોવા મળી રહ્યો છે.