ધાનપુર મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરાવવા રેશનકાર્ડ ધારકો સવારે 6 વાગ્યાથી ધસારો જોવા મળ્યો હતો.
ધાનપુર મામલતદાર કચેરી ખાતે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરાવવા માટે રેશનકાર્ડ ધારકો સવારે 6 વાગ્યેથી ધસારો જોવા મળી રહ્યો હતો. ત્યારે હાલમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રેશનકાર્ડમાં નામ હોય તે વ્યકિતનુ ઈ-કેવાયસી કરવુ ફરજીયાત કરવામાં આવતા ધાનપુર તાલુકાના છુટાછવાયા ગામોમાંથી લોકો મોટા ભાડા ખર્ચીને આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરાવવા દોડધામ કરી રહ્યા છે. ત્યારે હાલમાં રેશનિંગ દુકાનદારોને જેને રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરેલ ન હોય તેમને અનાજ મળવાપાત્ર રહેશે નહિ તેવી ચર્ચાઓ ગામમાં વહેતી થતાં લોકો સવારથી સાંજ સુધી ધકકા ખાતા જોવા મળી રહ્યા છે. લોકો ખેતીકામ છોડીને આધારકાર્ડ લીંક કરાવવા દોડી રહ્યા છે.