ધાનપુર,
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના છેવાડાના ગામડાઓ ખલતા ગરબડી અને પાનમ ગામમાં બરોડા ગુજરાત ગ્રામિણ બેંક દ્વારા સેટેલાઈટ બ્રાંચ શરૂ કરવામાં આવતા ઉંડાણના વિસ્તારોમાં ગામમાં બેંક દ્વારા ઉભી થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ધાનપુર તાલુકાના છેવાડાના ગામડાઓને બેંકને લગતી લેવડ દેવડ માટે ધાનપુર સુધી ધકકા ખાવામાંથી મુક્તિ મળશે. તાલુકાના ખલતા ગરબડી અને પાનમ જેવા ગામમાં બરોડા ગુજરાત ગ્રામિણ દ્વારા અઠવાડિયામાં બે વાર જે તે ગામમાં જઈને બેંકને લગતી બેઝિક સુવિધાઓ ઉપ્લબ્ધ થતાં લોકોને રાહત થશે. સોમવાર અને મંગળવારના રોજ ખલતા ગરબડી ખાતે બેંકના કર્મચારી અને બુધવાર અને ગુરૂવાર પાનમ સ્ટેશન ફળિયામાં બેંકના કર્મચારી જઈને તમામ પ્રકારની બેંકને લગતી કામગીરી કરશે. જેથી લોકોને ધાનપુર સુધી આવવા-જવામાંથી મુક્તિ મળશે. આ બે બ્રાંચને જનરલ મેનેજર રીઝયુઅલ મેનેજર ચંદ્રમોહન શનિ દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ.