પ્રજાજનોના અવર-જવર તેમજ ધંધા-રોજગાર માટે વાહનવ્યવહાર મુખ્ય અભિન્ન અંગ છે ત્યારે આદિવાસી બાહુબલ્ય ધરાવતા ધાનપુર તાલુકા મથક ખાતે રૂા.155.37 લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચ્ચર વાળુ સુવિધા યુક્ત નિર્માણ થયેલ નવીન બસ સ્ટેશન ઉપલબ્ધ થતાં મુસાફરોમાં ખુશીની લહેર.
દાહોદ જીલ્લાના ધાનપરૂ ખાતે નવીન બસ સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ થતાં મુસાફર પાસની સુવિધા,વિદ્યાર્થી રાહતદરના પાસ, મુસાફરો માટે રીઝર્વેશન ટીકીટ, મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને દુરના સ્થળે જવા માટે સવલત ઉપરાંત અન્ય જીલ્લામાંથી બસના કનેકશન વધશે જેના કારણે આ જીલ્લાના મુસાફર અને મજુરીયાત વર્ગને સીધી સગવડ મળી રેહશે. નવીન બસ સ્ટેશન બનવાના કારણે આસપાસના વિસ્તારના વિકાસમાં ગતિશિલતા આવશે અને ધાનપુરથી ગુજરાતના કોઇપણ સ્થળે પાર્સલ મોકલવાની તથા મેળવવાની સુવિધા થશે.
રાજ્ય સરકાર દ્વારા દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકા મથકે નવિન બસ સ્ટેશનની સગવડ મળતાં પ્રજાજનોમાં આનંદની લાગણી અનુભવી રહ્યા છે.