ધાનપુર ચાડિયાના મેળામાં આરોગ્ય વિભાગ દ્વારા રોગોની જાગૃતિ માટે પ્રસાર પ્રચાર કર્યો

દાહોદ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ચાડિયાનો મેળો ભરાયો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ ધાનપુર તાલુકાના ધાનપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો.બી.પી.રમન તથા તાલુકા મલેરિયા સુપરવાઈઝર, ટી.બી, સિકલસેલ અને રાછવા સુપરવાઈઝરની અધ્યક્ષતા હેઠળ ધાનપુર ખાતે ચાલતા ચાડિયાના મેળામાં વાહકજન્ય રોગો મલેરિયા અને ડેન્ગ્યુ તેમજ ટી.બી., એચઆઇવી, લેપ્રસી, સિકલસેલ, જેવા રોગોની અટકાયત અને સાવચેતીના ભાગરૂપે લોકોમાં મલેરિયા-ડેન્ગ્યુ ટી.બી, લેપ્રસી, સિકલસેલ જેવા રોગોની જાગૃતિ આવે તે હેતુથી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો.