ધાનપુર અલીન્દ્રા ભીંડોલ જંગલમાં રીંછે આધેડ વ્યકિત ઉપર હુમલો કરતાં સારવાર માટે ઝાયડસમાં ખસેડાયો

ધાનપુર તાલુકાના અલીન્દ્રા ભીંડોલ જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણી રીછેં એક આધેડ ઉપર હુમલો કરતા રીંછનાના હુમલામાં ઇજાગ્રસ્ત આધેડને લોહીલુહાણ અવસ્થામાં 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યું હતું. જ્યાં હાલ આ આધેડ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.

ગીચ વનરાજી ધરાવતા દેવગઢ બારીયા તેમજ ધાનપુર વિસ્તારમાં અવારનવાર હિંસક પ્રાણીઓ માનવ વસાહતમાં અથવા જંગલ વિસ્તારમાં માનવજાત ઉપર હુમલો કરવાના બનાવો કેટલીય વખત સામે આવ્યા છે. જોકે તાજેતરમાં ધાનપુર તેમજ બારીયા વિસ્તારમાં વન્ય પ્રાણી રીંછના હુમલાના બનાવોનો પ્રમાણ વધ્યું હોવાનું ચિંતાજનક રીતે બહાર આવ્યું છે. ગતરોજ ધાનપુર તાલુકાના ખલતા ગરબડી ગામના ભુદરભાઈ મોહનિયા પોતાની સાસરીમાંથી છ વાગ્યાના અરસામાં ઘરે પરત આવી રહ્યા હતા.

જ્યાં રસ્તામાં અલીન્દ્રા-ભીંડોલ જંગલ વિસ્તારમાં ઓચિંતા આવેલા રીંછે ભુદરભાઈ પર હુમલો કરતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા રીંછના હુમલામાં લોહી લુહાણ અવસ્થામાં પહોંચેલા ભુદરભાઈને સ્થાનિકોએ 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને બનાવની જાણ વનવિભાગને કરતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ભુદરભાઈ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે ચોમાસાની ઋતુ દરમિયાન વન્ય પ્રાણીઓનું પ્રજનન ક્રિયા કરવાનો સમય હોય છે. આ સમયે વન્ય પ્રાણી વધુ હિંસક બનતા હોવાથી વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારના આસપાસના લોકોને એકલા અને ખાસ કરીને સાંજના સમયે જંગલ વિસ્તારમાં ન જવા માટે સૂચન આપવામાં આવ્યા છે. સાથે સાથે આવું કોઈ પ્રાણી દેખાય તો વન વિભાગને તાત્કાલિક અસરથી જાણ કરવા માટે લોકોને સમજણ આપવામાં આવી રહી છે.