ધાનપુર ઝાબુ ગામે ફોરવ્હીલ અને ટુવ્હીલર માંથી 2.73 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર પોલીસે ઝાબુ ગામે પાકા ડામર રોડ પરથી રાતે વોચ દરમ્યાન રૂા. 43 હજાર ઉપરાંતની કિંમતના બીયરની સાથે એક ટુ વ્હીલર અને એક ફોરવ્હીલ મળી રૂપિયા 2,73,200નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.

ધાનપુર પોલીસે પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ગતમોડી રાતે ઝાબુ ગામે પાકા ડામર રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાઈકના પાયલોટીંગ સાથે આવેલ બાતમીના દર્શાવેલ જીજે-08 બીએન 3116 નંબરની સફેદ કલરની બોલેરો ગાડી દુરથી આવતી નજરે પડતાં વોચમા ઉભેલ પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાં જ પાઈલોટીંગમાં આગળ ચાલતી હોન્ડા લીવો મોટર સાયકલના ચાલકે પોલીસની વોચ જોઈ લેતાં તે પોતાની મોટર સાયકલ સ્થળ પર મૂકી નાસી જતાં તે જોઈ બોલેરો ગાડીનો ચાલક કાટું ગામનો નરેશભાઈ ધનાભાઈ મોહનીયા પણ પોતાની બોલેરો ગાડી સ્થળ પર મૂકી નાસી જતાં પોલીસે રૂા. ત્રીસ હજારની કીંમતની હોન્ડા લીવો મોટર સાયકલ તથા રૂા. 2 લાખની કિંમતની બોલેરો ગાડી પકડી પાડી બોલેરો ગાડી માંથી પોલીસે રૂા. 43200 ની કિંમતના માઉન્ટસ બીયર ટીન નંગ-360 પકડી પાડી બંને ગાડીણો મળી કુલ રૂપિયા 2,73,200નો મુદ્દામાલ કબજે લઈ ગાડીના ચાલક, બાઈક ચાલક, દારૂ ભરાવી આપનાર તથા બોલેરો ગાડીના માલિક સહિત ચાર જણા વિરૂધ્ધ ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.