દાહોદ,ધાનપુર તાલુકાના આંબાકાંચ ગામે ભુરીયા ફળિયામાં પાકા ડામર રોડ પર મોડીરાતે ગરબાડા તાલુકાના ભે ગામે રહેતા અનીલભાઈ રમેશભાઈ ભુરીયા બાઈક પર પાછળ જીગ્નેશભાઈ રમેશભાઈ મોહનીયાને બેસાડી બાઈક પુરઝડપે હંકારી લઈ ગયા હતા.
આંબાકાંચ ગામે ભુરીયા ફળિયામાં પાકા ડામર રોડ પર વધુ પડતી ઝડપને કારણે ચાલક અનીલભાઈ ભુરીયાએ સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લિપ ખાઈ જતા પાછળ બેઠેલા જીગ્નેશભાઈ રમેશભાઈ મોહનીયાને જીવલેણ ઈજાઓ થતાં તેનુ સ્થળ પર જ મોત નીપજયું હતુ. જયારે મોટરસાયકલ ચાલક અનીલભાઈ રમેશભાઈ ભુરીયાને શરીરે ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સંબંધે આંબાકાચ ગામના સરપંચ ફળિયાના અંકિતભાઈ સમસુભાઈ મોહનીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે ધાનપુર પોલીસે મોટરસાયકલ ચાલક અનીલભાઈ રમેશભાઈ ભુરીયા વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.