30,000ની લાંચ લેનાર જમાદારને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ

ધાનપુર,

ધાનપુર તાલુકાના નાનીમલુ ગામના આઈશર ટેમ્પો ચાલકથી ર013ની સાલમાં સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયુ હોઈ ટેમ્પો ચાલકની ધરપકડ કરી જેલમાં નહી પુરવા, માર નહી મારવા અને તાત્કાલીક કોર્ટમાં રજુ કરવા માટે 30,000ની લાંચ સ્વીકારતા ઝડપાયેલા ધાનપુર પોલીસ મથકના હે.કો.સામેનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા અદાલતે જમાદારને કસુરવાર ઠેરવી ત્રણ વર્ષની સજા અને 10,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. ધાનપુર તાલુકાના નાની મલુ ગામે રહેતા સબુરભાઈ માવીનો રામચંદ્ર માવી આઈશર ટેમ્પો ચલાવતો હોઈ ર013ની સાલમાં ટેમ્પો રોડની સાઈડમાં ઉતરી ગયો હતો. જેમાં મહિલાને મોતને ભેટી હતી. બનાવ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાતા તપાસ કરનાર અમલદાર હે.કો.ભારતસિંહ વીરસીંહ બામણીયાએ રામચંદ્રને રજુ કરવા માટે તેના ભાઈ પાસે 30,000 માંગ્યા હતા. બનાવ અંગે લાંચ રૂશ્વત શાખામાં ફરીયાદ નોંધાતા જમાદારને લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. જે કેસ લીમખેડાની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ બી એસ ચોૈહાણની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી 4થા એડીશનલ સેશન્સ એન્ડ સ્પેશ્યલ જજ મોહમ્મદ હનીફબેગ અકબરબેગ મીરઝાએ પોલીસ જમાદાર ભારતસીંહ બામણીયાને ત્રણ વર્ષની સજા અને 10,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.

Don`t copy text!