ગુજરાત સરકાર ના પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ ના માદરે વતન પીપેરો ગામે મહાન ક્રાંતિકારી ગુરુ ગોવિંદ ની જન્મ જયંતી પૂર્વે એટલે કે ગઈકાલે ગોવિંદ ગુરુ ચોક ખાતે એકત્ર થયેલા આદિવાસી સમાજ ના યુવકોને મારી સંમતિ વગર અહી મૂર્તિ નહી મૂકવા દઉં અને આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરી દો હાથ જાેડીને કહું છું તમારા ગામોમાં જે દેવી દેવતાઓની મૂર્તિઓ મૂકીને પૂજા કરજાે એમાં વાંધો નથી.મારા ગામમાં ઝઘડો કરશો નહી અને કાયદો હાથમાં લેતાં નહી ની આદિવાસી સમાજનાં યુવકોને હડધૂત કરીને આપેલા ધમકી ભર્યા ઉચ્ચારણો ના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા.
જાે કે રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા આદિવાસી સમાજનાં યુવકો સાથે ગેરવર્તન કરતા આતંકવાદી જેવા જાતિ વિષયક અપમાનિત કરતા કરેલા ઉચ્ચારણો ના પગલે આજ રોજ મોટી સંખ્યામાં એકત્ર થયેલાં આદિવાસી સમાજનાં અગ્રણીઓ દવારા રેલી સ્વરૂપમાં ધાનપુર પોલીસ સ્ટેશન મા પહોંચી ને પોલીસ ઇન્સ્પેક્ટર ને આવેદન પત્ર સુપ્રત કરીને આદિવાસી સમાજ ને આતંકવાદી પ્રવુતિ જેવા જાતિ સૂચક શબ્દોથી અપમાનિત કરનારા રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડ સામે એટ્રોસિટી એકટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી.જાેકે પોતાના માદરે વતન ધાનપુર તાલુકાના પિપેરો ગામે ગુરૂ ગોવિંદ ચોક ખાતે એકત્ર થયેલા આદિવાસી સમાજનાં યુવકો ને તમારી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરી દો ની જાહેર ધમકીઓ સાથે અપમાનિત કરતા રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડ દવારા કરવામા આવેલા વિવાદિત ઉચ્ચારણો ના વાયરલ થયેલાં વીડિયો અને આજરોજ તેઓના વિરૂધ્ધ આપવામાં આવેલ આવેદન પત્ર ને લઈને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ માં ઉગ્ર પ્રત્યાઘાતો ઊભા થવા પામ્યા છે.એટલા માટે કે આઝાદી ના હોય કે સમાજનાં ઘડતરના લડવૈયા હોય આ ગુરૂ કહેવાતા મહાનુભાવો ની પ્રતિમાઓ મૂકવામાં આવતી હોય છે.ત્યારે આદિવાસી સમાજનાં ક્રાંતિકારી ગુરુ ગોવિંદની પ્રતિમા ના બદલે મૂર્તિ નહિ મૂકવા દઉં ના રાજ્ય સરકારના મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા કરાયેલ ઉચ્ચારણોમાં મહાન ક્રાંતિવીર ગુરુ ગોવિંદનુ પણ અપમાન કરાયું હોવાની લાગણીઓ નો આક્રોશ આદિવાસી સમાજમાં ઊભો થવા પામ્યો છે.
ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં ગોવિંદ ગુરૂ સર્કલ બનાવ્યાં બાદ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા ક્રાંતિવીર ગુરૂ ગોવિંદની પ્રતિમાને સ્થાપિત કરવાની કાર્યવાહીને અટકાવવા માટે પહેલેથીજ વહીવટી તંત્ર પણ મેદાનમાં ઉતર્યુ હતું. આ ઉભા થયેલા વિવાદો વચ્ચે તારીખ ૨૦મીના રોજ ગુરૂ ગોવિંદની જન્મ જયંતિના દિને તેઓની પ્રતિમા મુકવામાં આવશેની દહેશતો વચ્ચે આજ સર્કલમાં અન્ય પ્રતિમા મુકવાની બે દિવસો પુર્વેની અંધારી રાત્રે શરૂ કરાયેલ હીલચાલોના પગલે ગઈકાલે આદિવાસી સમાજના યુવકો પીપેરો ખાતે ગોવિંદ સર્કલ પાસે એકત્ર થઈને સર્કલની અંદર કરવામાં આવેલા પુરાણને દુર કરતાં હતાં. આ સમયે ઘટના સ્થળે આવેલા સ્થાનીક પોલીસ તંત્રનો કાફલો પણ ઘટના સ્થળે હાજર હતો. આ સમયે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ સુરક્ષા કર્મચારી સાથે સરકારી વાહનમાંથી નીચે ઉતરીને આદિવાસી સમાજના યુવકોને તમારી આતંકવાદી પ્રવૃતિઓ બંધ કરી દો ની ખુલ્લેઆમ ધાક ધમકીઓ આપવાનું શરૂ કરતાં કેટલાંક યુવકો દ્વારા મંત્રીના ઉચ્ચારણો સાથેનો વિડીયો મોબાઈલમાં કેદ કરતાં હોવાનું ધ્યાને આવતાં મંત્રી બચુભાઈ ખાબડના આદેશને પગલે સુરક્ષા કર્મી દ્વારા પોલીસની હાજરી વચ્ચે એક યુવકનો મોબાઈલ ફોન ઝુટવી લેવાનો પ્રયાસ કરતા વેંતજ હાજર અન્ય યુવકોએ આ સમગ્ર ઘટના ક્રમના વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ કરી દઈને રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ સામે સોશીયલ મીડીયા વોર શરૂ કરતાં સમગ્ર ગુજરાતના રાજકીય મોરચે પણ આ મુદ્દો ગંભીર ચર્ચાઓના કેન્દ્ર સ્થાને ગોઠવાય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે.