ધાનપુર તાલુકાના ખોખરા ગામે પોલીસે રેઈડ કરી 26 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ખોખરા ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂા.26,340નો પ્રોહી જથ્થો કબજે કર્યાનું જ્યારે પોલીસને ચકમો આપી મકાન માલિક નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

ગત તા.21મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના ખોખરા ગામે બારણ ફળિયામાં રહેતાં વિપિનભાઈ ઉર્ફે બિપિનભાઈ કલ્યાણભાઈ ચૌહાણના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને જોઈ વિપિનભાઈ ઉર્ફે બિપિનભાઈ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.193 કિંમત રૂા.26,340નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી .