ધાનેરા નગરપાલિકામાં અંધારપટ છવાયો, વીજ બિલ બાકી હોવાથી વીજ જોડાણનું કનેક્શન કાપ્યું

પાલનપુર, બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકામાં અંધારપટ છવાયો છે. ધાનેરા નગરપાલિકાએ લાઈટ બીલ ન ભરતા વીજનું કનેકશન કપાયુ હોવાની ઘટના સામે આવી છે. ધાનેરા નગરપાલિકાનું ૪ કરોડ ૨૬ હજાર વીજબિલ બાકી છે. જેના પગલે ધાનેરા નગરપાલિકાનું વીજનું કનેકશન કાપ્યુ છે. તેમજ ચીફ ઓફિસર દ્વારા રકમનો ચેક ય્ઈમ્ને આપતા કનેકશન ફરી મળશે.

બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા પર કરોડો રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું હતુ. રાજકોટ મહાનગરપાલિકા પર ૧૩૦૭ કરોડ રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું હતુ. પાણી ચાર્જ પેટે સરકારી ૧૩૦૭ કરોડનું દેવું ચડ્યું હોવાનું સામે આવ્યું હતુ.સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર ૨૦૨૩ સુધી દેવા રકમ ૧૩૦૭ કરોડ પહોંચી છે.