
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.
આ ઉપરાંત અમદાવાદના એસ.જી. હાઇવે પર પણ આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિના મોત થયા છે. જેમાં કાર ચાલક માતા અને દીકરીને અડફેટે લઈને ફરાર થયો છે. આ દુર્ઘટનામાં માતા અને દીકરીનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે પોલીસે આ કેસમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જ્યારે અન્ય એક દુર્ઘટનામાં વાડજ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં મંદિરે દર્શન કરવા જઈ રહેલા યુવાનને અકસ્માત નડ્યો હતો. રિક્ષા ચાલક કાબુ ગુમાવતા યુવાન પર રિક્ષા ચઢાવી દીધી હતી જેમાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. આ રિક્ષામાં ૬થી વધુ લોકો સવાર હતા. જેમાં રિક્ષા ચાલક સહિત મુસાફરોને ઇજા પહોંચી છે. તેમજ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.