ધંધુકા બગોદરા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૨ ના ઘટના સ્થળે મોત

અમદાવાદ,ધંધુકા બગોદરા હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાની જાણકારી મળી રહી છે,જેમાં ૨ ના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.જ્યારે ત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આપને જણાવી દઈએ કે,હરિપુરા ગામના પાટિયા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાં બે વ્યક્તિની હાલત ખુબ જ ગંભીર હોવાની જાણકારી છે.અકસ્માતની જાણ થતા જ ધંધુકા અને પીપળી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.અને તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અગાઉ આણંદ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રક પાછળ ઇકો કાર અથડાતા ૩ લોકોના મોત થયા હતા. વડોદરાથી ડાકોર જતા યુવાનોને અકસ્માત નડ્યો હતો. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરવામાં આવી હતી. ટ્રક ડ્રાઇવર સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.