ગરબાડા, નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા દાહોદ નાઓએ નાસતા ફરતા આરોપીઓને તેમજ ગુન્હાના કામે ભોગ બનનારોને શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ જે આધારે પોલીસ અધિક્ષક કે સિધ્ધાર્થ દાહોદ વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. ખાંટ ની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ જે.એલ. પટેલ ઙજઈં ગરબાડા તથા સ્ટાફના માણસો સાથે સરકારી વાહનમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે કતવારા પો.સ્ટે. એ.ગુ.ર.નં .11821025230283/2023 ઇ.પી.કો કલમ 395,120 (બી) ના કામનો આરોપી સાગર વિજય ડામોર રહે ગરબાડા બોરયાલા દિવાનીયાવડ ફળીયાનો તેની યામાહા મો.સા. નંબર GJ.20.AN.5068 લઇને ગાંગરડી ગામ તરફથી ગરબાડા બાજુ આવનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસ કર્મચારીઓ નળવાઇ ગામે વોચમા હતા. તે દરમ્યાન તે આવતા તેને ચારેય બાજુથી કોર્ડન કરી તેની મો.સા.ઉભી રખાવી તેની ઓળખ કરી પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ ગરબાડા પોલીસને ધાડના ગુન્હાના આરોપીને પકડવામા સફળતા મળેલ છે.